તાપી વ્યારા ખાતે પરમ પૂજ્ય શ્રી છોટેદાદાએ ધર્મક્રાંતિ સભામાં 2000 મહિલા”મહાચંડિકા સેના” માં જોડાઈ
વિજ્યાદશમી દશેરા ના પાવન દિન તાપી જિલ્લા ના વ્યારા ખાતે નવનાથ ધામ, બીલીમોરા ના ગાદીપતિ નાથપંથી પરમ પૂજ્ય શ્રી છોટેદાદા ની વિશાળ ધર્મક્રાંતિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. વહેલી સવારથી જ વ્યારા શબરી ધામ મેદાન પર ભક્તો ની ભારે ભીડ જોવા મળી હતી. પૂજ્ય શ્રી છોટેદાદા ના ૧૪ વર્ષ પછી વ્યારા માં ફરી આગમન થતાં ભક્તો માં ભારે ઉત્સાહ હતો. ૫૦૦૦ થી પણ વધુ ધર્મ પ્રેમી ભાઈ બહેનો આ સભામાં જોડાયા હતા. કાર્યક્રમના ભાગરૂપે સનાતન ધર્મ ની પારંપરિક રીતથી પરમ પૂજ્ય શ્રી છોટેદાદાના હસ્તે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું. પૂજ્ય શ્રી છોટેદાદા એ એમના ધારદાર વક્તવ્ય માં શૌર્ય, સામર્થ્ય અને શક્તિ ના આ પૂજન નો મહત્વ સમજાવ્યું હતું. આજના દિવસે ઐતિહાસિક કાર્ય કરતા પરમ પૂજ્ય શ્રી છોટેદાદા એ નારીશક્તિ સેના ની જાહેરાત કરી હતી. આ સંગઠન ને “મહાચંડિકા સેના” નામ આપ્યું હતું. ૨૦૦૦ થી પણ વધુ મહિલાઓએ નારીશક્તિ સેના માં જોડાઈ ગઈ હતી. ભગવા વેશમાં સજ્જ મહિલાઓએ “મહાચંડીકા સેના” ના ઝંડા સાથે “જય જય ચંડિકા” ના નારા લગાવ્યા હતા. આ પ્રસંગે પૂજ્ય શ્રી છોટેદાદા એ નારીશક્તિ ના સામર્થ્ય નું મહત્વ સમજાવી આ “મહાચંડિકા સેના” દ્વારા થનારા વિવિધ ધર્મલક્ષી બહુજન હિતાય અને બહુજન સુખાય ના કાર્યો ની માહિતી આપી હતી. ધર્મપરિવર્તન પર પ્રહાર કરતાં એમને જણાવ્યું હતું કે સનાતની હિંદુ જાગે છે એ બતાવવાની જરૂર છે અને એ કરશો તો કોઈ આવી પ્રવૃત્તિ કોઈને પણ અસર નહિ કરી શકે. અંતે જય શ્રી રામ ના નારા સાથે યાત્રા કાઢી રાવણ દહન કરવામાં આવ્યું હતું. અધર્મ પર ધર્મ પર વિજય ના આ દિવસે આટલી મોટી “મહાચંડિકા સેના” નારીશક્તિ સેના નું ગઠન બતાવે છે કે ધર્મક્રાંતિ ની શરૂઆત થઇ ગઇ છે. ઉપસ્થિત બધા ધર્મ પ્રેમી માટે મહાપ્રસાદ ની વ્યવસ્થા કરવામાં આવી હતી.


