ukai tharmal power stetion ma shri s.d. patel shaheb nu svagat
ઉકાઈ થર્મલ પાવર સ્ટેશન સંકુલ ખાતે બદલીથી પધારેલ મુખ્ય ઇજનેર શ્રી એસ.ડી પટેલ સાહેબ નું પુષ્પોથી ભવ્ય સ્વાગત.






સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ હાલમાં ગુજરાત ખાતે અધિકારીઓનો બદલીનો વાવડ ચાલી રહેલ છે જે મુજબ ઉકાઈ થર્મલ પાવર સ્ટેશન ખાતેથી મુખ્ય ઇજનેર શ્રી વાય.એસ.ગાવીત સાહેબની બદલી થયેલ છે. તેઓના જગ્યાએ ઉકઈ પાવર સ્ટેશન ખાતે નવા પધારેલ માનનીય શ્રી એસ.ડી પટેલ સાહેબ સૌના લાડલા અને સૌના માનીતા એવા મુખ્ય ઇજનેર શ્રી ઉકાઈ ખાતે પધારેલ ત્યારે ઉકાઈ સંકુલના દરેક કર્મચારી તેમજ અધિકારીશ્રીઓમાં હર્ષ અને આનંદની લાગણી અનુભવાય રહેલ છે તેમ જ તેઓશ્રીના આગમનનું સ્વાગત કરવા કર્મચારી મિત્રો તેમજ અધિકારીશ્રીઓ યુનિયનના પ્રતિનિધિઓ તેમજ આજુબાજુના ગામના કોન્ટ્રાક્ટર ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં હાજર રહી ઉષ્માભેર સ્વાગત કરેલ છે તે દરમિયાન એક પારિવારિક માહોલ ઉભો થયેલ ઉકાઈ સંકુલ નો ચાર્જ સંભાળતા શ્રી એસ.ડી પટેલ સાહેબે જણાવ્યું કે દરેક કર્મચારીઓના અધિકારનું જતન થશે તેમ જ દરેકને કોઈપણ મુશ્કેલીમાં નિરાકરણ માટે ન્યાયિક કાર્યવાહી કરવામાં આવશે અને દરેકને મેનેજમેન્ટ તરફથી સાથ સહકાર રહેશે એવી તેઓશ્રીઓએ ખાતરી આપી હતી. સૌ એ નવા પધારેલ સાહેબને હાર્દિક શુભેચ્છા પાઠવી હતી તેમજ વિદાય થતા વાય.એસ.ગાવીત સાહેબને પણ માનભેર વિદાય આપી હતી.
